વાંકાનેરમાંથી બે ઈકો કાર ચોરનાર રાજસ્થાની ઝડપાયો

- text


પોલીસે રાજસ્થાનથી ઇકો કાર કબ્જે કરી, એક આરોપી ફરાર

વાંકાનેર : થોડા સમય પૂર્વે વાંકાનેરમાંથી બે અલગ અલગ ઇકો કાર ચોરાઈ જવાના બનાવમાં વાંકાનેર પોલીસને મહત્વની સફળતા મળી છે અને ચોરાઉ બન્ને ઇકો કાર સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

વાંકાનેર પીઆઇ કે.એમ છાસીયા તથા સર્વેલન્સ ટીમ, તથા પો.સ્ટે.ના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ ટીમના પીએસઆઇ એચ.ટી.મઠીયા, એ.એસ.આઈ ભુપતસિંહ પરમાર, પો.હેડ.કોન્સ પંકજભાઈ નાગલા, હરદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર તથા જયુભા ઝાલાને સંયુક્તમા ટેકનીકલ સોર્સનો અભ્યાસ કરી તેમજ સોશિયલ મીડીયા અને હ્યુમન સોર્સથી વાંકાનેર શહેરમાંથી ચોરાયેલ મારૂતી કંપનીની ઈક્કો ગાડી રજી.નંબર -GJ-36-R-6911 કિંમત રૂપિયા 4 લાખ અને તેમજ બીજી મારૂતી કંપનીની ઈક્કો ગાડી નંબર GJ-36-F -1053 કિંમત આશરે ત્રણ લાખ રાજસ્થાન રાજ્યમાંથી કબ્જે લઇ વાહન ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ને શોધી કાઢવામા વાંકાનેર સીટી પોલીસ ને સફળતા મળેલ છે.

- text

વધુમાં વાંકાનેર પોલીસે ચોરાઉ ઇકો કાર સાથે નિમ્બારામ હરૂરામ સુરતારામ ભાખલા, રહે.હાલ હશનપર નાલાની બાજુમા નવુ બનેલ કારખાનામા મજુરની ઓરડીમા તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.મલવા ગામ પંચાયત-ચીબી તા.ગીડા થાણા-ગીડા જી.બાડમેર(રાજસ્થાન) વાળાને ઝડપી લીધો હતો. જ્યારે ઓમપ્રકાશ ભુરારામ જાણી, રહે.ચીબી તા.ગીડા થાણા-ગીડા જી.બાડમેર (રાજસ્થાન) વાળો હાથ લાગ્યો ન હોય ફરાર દર્શાવવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ છાસીયા, પીએસઆઇ, એચ.ટી.મઠીયા, એ.એસ.આઈ ભુપતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, પંકજભાઈ નાગલા, હરદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર જયેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ. દીવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, તથા અક્ષયસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. ધર્મરાજભાઇ ગઢવી સહિતના સ્ટાફે કરી હતી.

- text