ઢીંગલો કેમ ન બદલાવી આપ કહી મહિલા ઉપર હુમલો

- text


હડમતીયા પાલનપીરની જગ્યામાં મેળા દરમિયાન બનેલી ઘટના, ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા તાલુકાના પાલનપીર ખાતેના મેળામાં રમકડાંનો સ્ટોલ કરનાર વાંકાનેરના મહિલાને ઢીંગલો કેમ ન બદલી આપ કહી હડમતીયા ગામના યુવાને હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવાની સાથે જાતિ પ્રત્યે હડધૂત કરતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીર જગ્યામાં મેળો ભરાતા વાંકાનેર તાલુકાના પલાસડી ગામના વતની અને હાલ વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલબ પરમારે રમકડાંનો સ્ટોલ કર્યો હોય તેમના સ્ટોલ ઉપરથી હડમતીયા ગામનો વિશાલ ભગવાનજી કોળી નામનો યુવાન રૂપિયા 1450ની કિંમતનો ઢીંગલો લઈ ગયો હતો.

- text

બાદમાં આ વિશાલ ફરી પૂજાબેનના સ્ટોલ ઉપર આવી ઢીંગલો બદલાવી આપવા જણાવતા પૂજાબેને બદલી આપવાની ના પાડતા ઝઘડો કરી ગાળાગાળી કરી પૂજબેનને પછાડી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

આ બનાવ અંગે પૂજાબેન પરમારે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨)તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર),(એસ)-૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text