હળવદમાં આઉટસોર્સ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર

- text


પૂરું વેતન આપવાની સાથે કાયમી કરવાની માંગ 

હળવદ : હળવદમાં જુદી – જુદી સરકારી કચેરીમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા સહિતની પાંચ માંગને લઈ હળવદ મામલતદાર કચેરી ખાતે હડતાલ ઉપર ઉતરી ગયા છે.

ગઈકાલે હળવદ પ્રાંત અધિકારીને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર જુદી જુદી કચેરીઓની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટ સોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારી જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે, કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલ લાભ, એલટીસી અને જીવન વીમાના લાભો આપવામાં આવે ઉપરાંત સરકારી કર્મચારીઓને મળતા જીપીએફ અને સીપીએફના લાભો આપવામાં આવે, તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

- text

રાજ્યની તમામ લાંબા ગાળાની જગ્યાઓ અને યોજનામાં આઉટસોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવવામાં આવે જોકે આ માંગ સંતોષવામાં ન આવતા આજે આ કર્મચારી હડતાલ પર ઉતરી ગયા છે.આઉટ સોર્સ કર્મચારીઓએ કચેરીના કામગીરીથી અડગા રહીને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા કામગીરી ટલ્લે ચડી છે.

- text