વૈદિક ગણિત પ્રશ્ન મંચ સ્પર્ધામાં એલ.કે.સંઘવી ગર્લ્સ હાઇસ્કૂલની છાત્રાઓએ બીજા ક્રમે

- text


 

વાંકાનેર: વૈદિક ગણિત પ્રશ્નમંચ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત પ્રાંતિય વૈદિક ગણિત પ્રશ્ન મંચ પ્રતિયોગિતામાં શ્રીમતી એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કૂલ, વાંકાનેરની વિદ્યાર્થિનીઓએ તરુણ વિભાગમાં બીજો નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

સંતરામ વિદ્યામંદિર- કરમસદ ખાતે વૈદિક ગણિત પ્રશ્ન મંચ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓએ તરુણ વિભાગમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં માંડાણી હર્ષા, વહાણેશીયા દર્શના અને ખોલીયા જીંકલે ભાગ લીધો હતો. જેઓના માર્ગદર્શક તરીકે અમિષાબેન વરમોરા અને સોનલબેન ઠુંમર રહ્યા હતા. આ પ્રતિયોગિતા 10 વિભાગોમાંથી શાળાની વિદ્યાર્થિનીઓએ બીજો નંબર મેળવ્યો છે. તેઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય દર્શનાબેન, પ્રમુખ લલીતભાઈ મહેતા તેમજ તમામ ટ્રસ્ટીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text