મોરબી શનાળા રોડ ઉપર કારમાં આગ ભભૂકી

- text


 

ક્રિષ્ના હોસ્પિટલ સામે પાર્ક કરાયેલ આઈ ટવેન્ટી કારમાં લાગેલી આગ ફાયર બ્રિગેડે તુરંત બુઝાવી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ વાળી શેરીમાં આજે મંગળવારે રાત્રીના પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પળવારમા જ આગ લબકારા મારવા લાગી હતી. જો કે સદનસીબે ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરાતા ત્વરિત આગ બુઝાવતા કોઈ જાન હાની થઈ ન હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ વાળી શેરીમાં ક્રિષ્ના હોસ્પિટલ સામે પાર્ક કરાયેલ જીજે – 05 – 9979 નંબરનો આઈ ટવેન્ટી કારમાં અચાનક આગ ભભૂકી હતી અને પળવારમાં જ આગ વિકરાળ બની હતી. જો કે હોસ્પિટલની સામે બેઠેલા લોકોએ ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયબ્રિગેડ કાફલાએ મોરચો સંભાળી ત્વરિત આગ બુઝાવી હતી.

- text

નોંધનીય છે કે કારની બાજુમાં જ વીજ સબસ્ટેશન આવેલું હોય મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં બચી હતી. જો કે, આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

- text