વાંકાનેરમાં જુગારના બે દરોડામાં પાના ટીચતા 9 ખેલંદા ઝડપાયા

- text


આરોગ્ય નગર અને નવાપરા વિસ્તારમાં સીટી પોલીસની કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગર અને નવાપરા વિસ્તારમાં જુગારના બે અલગ અલગ દરોડા પાડી સીટી પોલીસ ટીમે પાના ટીચતા નવ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસ ટીમે જુગાર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં આરોગ્યનગરમાંથી જાહેરમાં જુગાર રમતા અમરશીભાઇ સગ્રામભાઇ ઉધરેજા, બાબુભાઇ પોપટભાઇ વાકીયા, સતીષભાઇ બટુકભાઇ જોગડીયા, અજયભાઇ મહેશભાઇ રાઠોડ અને વીજયભાઇ વ્રજલાલ કારીયાને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 17,250 કબ્જે કર્યા હતા.

- text

જ્યારે બીજા દરોડામાં પોલીસે નવાપરા દેવીપુજકવાસ ભઠ્ઠા પાસે જાહેરમા જુગાર રમતા રાજેશભાઇ પથુભાઇ વીરમગામિયા, રણજિતભાઇ મગનભાઇ સોંલકી, શાંતીલાલ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ ચારોલિયા અને પ્રકાશભાઇ ઉર્ફે પ્રકાશ રાજુભાઇ ચારોલિયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,380 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text