મોરબી-ઘાટીલા રૂટની બસમાં ટીકીટનું મશીન બગડી જતા મુસાફરો અધવચ્ચે લટકી પડ્યા

- text


મહેન્દ્રનગર ચોકડી પાસે બસ ઉભી રાખીને કંડકટર મશીન બદલાવા ગયા, બે કલાકથી બસ અધવચ્ચે ઉભી રહી જતા વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો ફસાઈ ગયા

મોરબી : મોરબી એસટી ડેપોનો વહીવટી સદંતર કથળી ગયો હોવાનું ફરી એકવાર સામે આવ્યું હતું. જેમાં મોરબી ઘાટીલા રૂટની બસ દોઢ કલાક લેઈટ થઈ ગયા બસ ઉપડ્યા બાદ ટીકીટ મશીન ખરાબ થઈ ગયાનું માલુમ પડતા ડ્રાઇવર અને કાંડક્ટરે આ બસને અધવચ્ચે એટલે મહેન્દ્રનગર ચોકડી ઉભી રાખી દીધી હતી અને કંડકટર મશીન બદલાવા જતા વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો ફસાઈ ગયા હતા.

મોરબી – ઘટીલા રૂટની બસમાં મુસાફરી કરનાર એક યુવકે આ અંગે વિગત આપી હતી કે, મોરબીના જુના બસ સ્ટેન્ડેથી મોરબી ઘાટીલા રૂટની એસટી બસનો રોજનો ઉપડવાનો સમય બપોરના ત્રણ વાગ્યાનો છે. પણ આજે મોરબી મોરબી ઘાટીલા રૂટની એસટી બસ દોઢ કલાક મોડી ઉપડી હતી. બસ મોડી થતા મુસાફરોએ તંત્રને પૂછપરછ કરતા એ બસમાં બ્રેક ડાઉન થઈ હોવાથી રીપેર કરવા ગઈ હતી. આ બસ બે કલાકે રીપેર થઈને આવ્યા બાદ મોરબી જુના બસ સ્ટેન્ડેથી ઉપડી હતી. બાદમાં કંડકટરે મુસાફરોની ટીકીટ કાપવા મશીન ચાલુ કરબનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે ટીકીટ ચેક કરવાનું મશીન બગડી ગયું છે અને મશીન ચાલુ નહિ થાય અને ટીકીટ લીધા વગર બસ નો ઉપડે એમ કહી મહેન્દ્રનગર ચોકડી પાસે અધવચ્ચે આ બસને ડ્રાઇવર અને કંડકટરે ઉભી રાખી દીધી અને કંડકટર ત્યાંથી મોરબી એસટી ડેપોમાં મશીન બદલવા ગયા છે. હાલ બસ બે કલાકથી ત્યાં ઉભી છે.આથી પહેલા એસટી બ્રેક ડાઉનને કારણે બે કલાક અને હવે ટીકીટ મશીન વગર બેથી વધુ કલાક એમ ચારથી પાંચ કલાક વિદ્યાર્થીઓ અને લોકો અધવચ્ચે લટકી ગયા છે. સામાન્ય રીતે 3 વાગ્યે ઉપડતી બસ મોડામાં મોડા લોકો અને વિદ્યાર્થીઓ ચાર વાગ્યા સુધીમાં ઘરભેગા થઈ જાય છે. પણ આજે સાંજના 6 વાગ્યા છતાં હજુ ક્યારે ઘરે પહોંચે એ નક્કી નથી.

- text

- text