વાંકાનેર નજીક સીરામીક ફેકટરીમાં રમતા રમતા મકાનની છત પરથી પડી જતા માસૂમ બાળાનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર ઢુવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં રમતા રમતા મકાનની છત પરથી પડી જતા માસૂમ બાળાનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

વાંકાનેરના માટેલ રોડ ઉપર ઢુવા નજીક આવેલ રોલકેસ સીરામીક કારખાનામા રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર શૈલેશભાઇ વજાભાઇ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પુજાબેન ગત તા.1ના રોજ રોલકેસ સીરામીક કારખાનામા મકાનની છત ઉપર રમતા રમતા નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમા ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરન ડોક્ટરે આ બાળાને મૃત જાહેર કરી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ માટે કાગળિયા વાંકાનેર તાલુકા પોલીસને મોકલ્યા છે.

- text

- text