દિવ્યાંગ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરાવી જન્મદિવસની ઉજવણી કરતો ટંકારાનો યુવક

- text


ટંકારા : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે ભૂખ્યા લોકોને જમાડી જન્મદિવસની ઉજવણી કરવી અર્થકારક નીવડે છે.ત્યારે ટંકારાના યુવકે દિવ્યાંગ લોકો ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.

ટંકારાના નાની વયે મોટુ નામ ધરાવતા પ્રતિક આચાર્ય (લાલાભાઈ)નો તા.1/9 ના રોજ જન્મદિવસ હોય. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અબોલ જીવ અને જરૂરીયાતમંદ તેમજ દિવ્યાંગ (મંદબુદ્ધિ)ના બાળકો સાથે ઉજવણી કરી હતી.

ટંકારાના સામાજિક કાર્યકર તેમજ આંખના રોગોના સેવા કેમ્પના મેમ્બર સિધ્ધિવિનાયક ગણેશ ઉત્સવ ગ્રુપના લિડર અને પોલીસમેનના પુત્ર લાલાભાઈના હુલામણા નામથી ઓળખાતા પ્રતિક આચાર્યનો જન્મદિવસ યુવાનોને પ્રેરણા આપે તેવી રીતે ઉજવાય છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા આ યુવાને જન્મદિવસની ઉજવણી રાજકોટ ખાતે હિના ફાઉન્ડેશન સંચાલિત દિવ્યાંગ (મંદબુદ્ધિ)ના બાળકોને જમાડી અને અબોલ જીવની જઠરાગ્નિ ઠારી હતી અને આ પરીવાર વચ્ચે જ સમય પ્રસાર કર્યો હતો.

- text

- text