ઉટબેટ ગામે પ્રેમસંબંધમાં મદદગારી કરવાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

- text


મોરબી : મોરબી તાલુકાના રામપર પાડાબેકર ગામે રહેતા યુવાનને અન્ય યુવાનને પ્રેમસંબંધમાં મદદગારી કરતો હોવાની શંકાએ બે શખ્સોએ માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે હકાભાઇ મછાભાઇ સોલંકી, રહે. રામપર પાડા બેકર વાળાએ માહમદભાઇ અબ્દુલભાઇ જત અને આદમભાઇ મીઠુભાઇ જત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી માહમદભાઇ અબ્દુલભાઇ જતની પુત્રી હમીદાને હાજી સતારભાઇ ફકીરાણી રહેવાસી કોઠારીયા વાળા સાથે પ્રેમ સંબંધ હોય જે પ્રેમ સંબંધમાં ફરિયાદી મદદ કરતા હોવાની શંકા રાખી બન્નેએ હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હતું.

- text

ઉંટબેટ શામપર ગામની સીમ દરીયાકાંઠાનાં રેટ્રીમેશનના પાળા પર બનેલા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૫,૫૦૪,૧૧૪ તથા GP ACT કલમ-૧૩પ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text