મોરબીમાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ગામે – ગામ રૂબરૂ આમંત્રણ પાઠવતા પૂર્વ ધારાસભ્ય

- text


કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે

મોરબી : કોરોના મહામારીમાં મૃત્યુને ભેટેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થવા માટે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ મોરબી અને માળીયા તાલુકાના ગામેગામ રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોને ભાવભીનું આમંત્રણ પાઠવવા પ્રવાસ શરૂ કર્યો છે.

કોરોનાની મહામારીના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા છે ત્યારે આ દિવંગત આત્માને મોક્ષાર્થે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના દિવ્યમુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે. જે અન્વયે માળીયા તાલુકાના નંદનવન ગામે કથાનું આગવું આમંત્રણ આપવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પ્રવાસ કરી આમંત્રણ પાઠવતા ગ્રામજનોએ કાંતિલાલ અમૃતીયાનું અદકેરું સ્વાગત કર્યું હતું.

આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા, માળિયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હૂંબલ,મા ળિયા તાલુકા પંચાયત કારોબારી સદસ્ય નિર્મળસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી સીરીષભાઈ કાવર,પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ સરડવા, પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રાણજીવનભાઈ કાવર,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જયંતીભાઈ સીણોજીયા,પૂર્વ મહામંત્રી તાલુકા ભાજપ મનુભાઈ આદ્રોજા, પૂર્વ માળીયા તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ વિરડા, પ્રકાશભાઈ ફુલતરીયા, માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મનહરભાઈ બાવરવા,પૂર્વ માળીયા તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઈ સોઢીયા,રોહિત વરસડા, ભાવેશ વરસડા, રાજભાઈ ગોધવિયા, હરજીવન ભાઈ છાત્રોલા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

- text

- text