સગીરાને સગીર વયના યુવકે ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજારાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

- text


ચોંકાવનારી ઘટનામાં હળવદ પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે ગુન્હો નોંધ્યો

હળવદ : ઈન્ટરનેટના આજના હળાહળ કળિયુગમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હળવદ શહેરમાં સમાજ માટે લાલબતી ધરતા આવ જ એક કિસ્સામાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી સગીરે અવાર નવાર દુષ્કર્મ ગુજારતા આ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા નાના એવા હળવદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવની હળવદ પોલીસ મથાકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને હળવદ શહેરમાં જ રહેતા સગીરે પ્રેમ જાળમાં ફસાવી શહેરમાં આવેલ તેની દુકાને લઈ જઈ દુષ્કર્મમાં ગુજારી બાદમાં અવારનવાર ધમકી આપી દુષ્કર્મ ગુજારીયુ હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

- text

આ બનાવની જાણ સગીરાએ તેની માતાને કરતા સગીરાની માતાએ આજરોજ હળવદ પોલીસ મથકે સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ ને આધારે હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(નોંધ : આ કેસમાં આરોપી અને ભોગ બનનાર બંને સગીર હોવાથી કાયદાકીય રીતે તેમના નામ જાહેર ન કરી શકાય માટે નામ લખવામાં આવ્યા નથી.)

- text