સૌરાષ્ટ્ર ઝોન યુથ કોંગ્રેસની સ્પર્ધામાં પ્રવક્તા તરીકે મોરબીના બે યુવા નેતાની પસંદગી 

- text


મોરબી : આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર લોકોની પ્રવક્તા તરીકે પસંદગી કરાઈ હતી. આ ચાર લોકોમાં બે મોરબી યુથ કોંગ્રેસના યુવા નેતાની પસંદગી થઈ છે.

રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર ઝોનની યુથ કોંગ્રેસની યંગ ઇન્ડિયા કે બોલ સ્પર્ધામાં કુલ ચાર લોકોની પ્રવક્તા તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં પોતાના ધારદાર શબ્દો અને વજનપૂર્વક પોતાની વાત રજૂ કરનાર મોરબી યુવા કોંગ્રેસના દેવેન્દ્રસિંહ જાડેજાની પ્રવક્તા તરીકે પ્રથમ નંબરે પસંદગી થઈ છે અને ચોથા નંબરે વસીમ મન્સૂરીની પસંદગી થઈ છે. મોરબીના બે યુવા કોંગ્રેસના નેતાની પસંદગી થતા મોરબી યુવા કોંગ્રેસનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બંને નેતાને પ્રદેશ કક્ષાની સમગ્ર ગુજરાતના યંગ ઇન્ડિયા કે બોલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text