હળવદની ઘનશ્યામપુર માધ્યમિક શાળા ખાતે QDC કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

- text


7 શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

હળવદ : આઝાદી કા અમૃત મહોત્સવ થીમ અંતર્ગત હળવદ તાલુકાના ઘનશ્યામપુર માધ્યમિક શાળામાં QDC કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત વાદન અને સંગીત જ્ઞાન સ્પર્ધાઓમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની મળીને કુલ 7 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં પટેલ વંશી (મંગલમ વિદ્યાલય,હળવદ), બાળ કવિ સ્પર્ધામાં મજેઠીયા પૂજા (સરકારી માધ્યમિક શાળા ઘનશ્યામપુર), સંગીત ગાયન સ્પર્ધામાં હડિયલ માનસી (સરકારી માધ્યમિક શાળા ઘનશ્યામપુર), સંગીત વાદનમાં રામાવત ધ્રુવ (સરકારી માધ્યમિક શાળા ઘનશ્યામપુર)એ પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં સંતોકી જેન્સી (મંગલમ વિદ્યાલય, હળવદ), બાળ કવિ સ્પર્ધામાં ખોખાણી સંદીપ (મંગલમ વિદ્યાલય,હળવદ), સંગીત ગાયન સ્પર્ધામાં પરાલીયા પૂજા (સદભાવના વિદ્યાલય,હળવદ), સંગીત વાદન સ્પર્ધામાં પટેલ જયકુમાર (મંગલમ વિદ્યાલય, હળવદ)એ પ્રથમ નંબર મેળવ્યો હતો. પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકો તારીખ 8 ઓગસ્ટના રોજ રાજોધરજી હાઇસ્કૂલ, હળવદ ખાતે યોજાનાર SVS કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેવા જશે. આ તકે QDC કન્વીનર અને શાળાના આચાર્ય હિતેશકુમાર પટેલે નંબર પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક આનંદકુમાર જાદવ તેમજ પ્રિયંકાબેન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text