હળવદમાં ત્રણ સ્થળે વીજળી પડી, બે પશુઓનો ભોગ લેવાયો

- text


એક જગ્યાએ ટ્રાન્સફોર્મરના છોતરા કાઢી નાખ્યા

હળવદ : હળવદ પંથકમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને બે સ્થળે વીજળી પડતા બે પશુઓનો ભોગ લેવાયો હતો. એક જગ્યાએ ટ્રાન્સફોર્મરના છોતરા કાઢી નાખ્યા હતા.

હળવદ પંથકમાં હાલ વરસાદની સાથે બે સ્થળે વીજળી ત્રાટકી હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં હળવદ શહેરમાં આવેલ ઇંગરોળા રોડ પરના ઘનશ્યામભાઈ કણઝારિયાની વાડી એ વીજળી પડતા ત્યાં આવેલા ટીસીના ભુક્કા બોલાવી દીધા હતા.પરંતુ સદભાગ્યે જાનહાની થઈ ન હતી. જ્યારે હળવદના માથક ગામે વીજળી પડતા એક ગાય અને એક ભેંસનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકાના ખોડ ગામે સીમ વિસ્તારમાં પણ આકાશી વીજળી ત્રાટકી હતી જો કે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ગ્રામજનો ડરી ગયા હતા અને કામ છોડી ગામમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે.

- text

- text