વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


વાંકનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપિયા12,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિહ ઝાલા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને શહેરમા નવાપરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે દરોડો પાડતા દેવીદાસભાઇ દયારામભાઇ દુધરેજીયા, ખેગારભાઇ છનાભાઇ પાડલીયા, મેરૂભાઇ દેવશીભાઇ પાડલીયા, હુશેનભાઇ હારૂનભાઇ માકવાણી અને પ્રકાશભાઇ મણીભાઇ બારભાયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 12,150 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી વાંકાનેર સીટી પીઆઇ એન.એ.વસાવા, હેડ.કોન્સટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા, કોન્સ્ટેબલ તાહજુદીનભાઇ માહમદભાઇ શેરસીયા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

- text