હળવદના ટિકર રણ ગામે પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

- text


 

હળવદ : એલસીબીએ હળવદના ટિકર રણ ગામે ગેરકાયદે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે સપ્લાયર્સનું નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ટીકર રણ ગામની સીમ ટીકર જવાના કોઝવે ઉપરથી જાહેરમાં હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટી ઉ.વ 30 રહે.ટીકર સંધીવાસ તા.હળવદ જી.મોરબી વાળાને દેશી હાથબનાવટની લોખંડની મેગજીન વાળી પીસ્તોલ નંગ 1કિ.રૂ. 10,000 સાથે પકડી પાડેલ છે.

- text

પ્રાથમિક તપાસમાં આ હથિયારનો સપ્લાયર્સ નુરસીંગ ઇકસીંગ આદીવાસી હાલ રહે.લક્ષ્મીનગર તા.જી.મોરબી મુળ રહે જળઆંબલી, આંબલી ફળીયુ, તા.ટાંડા જિ.ધાર મધ્યપ્રદેશવાળો હોવાનું ખુલતા બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુના રજીસ્ટર કરાવેલ છે.

- text