હળવદમાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


તક્ષશિલા સંકુલ ખાતે વિદ્યાર્થીઓએ દેશભક્તિનો માહોલ ખડો કર્યો : પારિતોષિક આપી સ્પર્ધકોને બિરદાવાયા

હળવદ : આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત હળવદના તક્ષશિલા સંકુલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિનો માહોલ ખડો કરતા પારિતોષિક આપી સ્પર્ધકોને બિરદાવાયા હતા.

વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચનાનું કૌશલ્ય અને સંગીતનું કૌશલ્ય વિકસે તે માટે ‘ હર ઘર તિરંગા અંતર્ગત હળવદના તક્ષશિલા સંકુલ દ્વારા કલા ઉત્સવ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતુ. જેમાં ચિત્રકલા સ્પર્ધામાં જુનિયર લેવલે ઇંદરિયા જયપાલ, સબ જુનિયર લેવલે કૈલા પિનાક અને સિનિયર લેવલે પટેલ દીયાએ પહેલો નંબર મેળવ્યા હતા.

તિરંગા ગાન સ્પર્ધામાં રાઠોડ વનિતા, વાઘેલા જ્યોતિ,વરુ હિનાએ જે તે કેટગરીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સાથોસાથ દેશભક્તિ ગીત રચવાની સ્પર્ધામાં ઝાલોડિયા અક્ષુ, સથવારા મહેક અને કુકવાવા પ્રિયંકાનો અનુક્રમે જુનિયર, સબ જુનિયર અને સિનિયર કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. ઈન્સ્ટ્રુમેન્ટ વાદન સ્પર્ધામાં હાર્મોનિયમનાં માકાસણા જય, ગોજિયા પ્રિયા, ઢોલક વાદનમાં ગોહિલ હેમાંગ, સણાસિયા વિશાલ, આલ જયદીપે જ્યારે તબલાવાદનમાં કલાડિયા હાર્દિકે ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો.

- text

આગળની સીઆરસી અને કયુડીસી કક્ષાની સ્પર્ધામાં સારો દેખાવ કરે તે માટે સંગીતશિક્ષક મોરી ગૌતમભાઈ, રામાનુજ જાનકીબેન અને મારુનિયા જયંતિ સરે આશા વ્યક્ત કરી હતી. તમામ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને ટ્રસ્ટી ડો. મહેશ પટેલ, રમેશ કૈલા દ્વારા ઇનામો આપવામા આવ્યા હતા.

- text