મોરબી જિલ્લામાં દારૂના 36 કેસ : ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં મળી દેશી દારૂના ધંધાર્થીઓ અને દારૂ પીનારા વિરુદ્ધ અવિરત કાર્યવાહી ચાલુ રાખી ગઈકાલે કુલ પ્રોહીબિશન એકટ અન્વયે 36 કેસ દાખલ કરી મોરબીના નાગડવાસમાંથી બે અને માળિયામાંથી દેશી દારૂની એક ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડાના આદેશ અન્વયે મોરબી શહેર અને પાંચેય તાલુકામાં પોલીસે દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી દારૂ પીનારા વિરુદ્ધ પણ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. વધુમાં મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામે દરોડો પાડી રાઘવજીભાઈ ગગજીભાઈ રાઠોડ અને બીજા કિસ્સામાં હંસાબેન શામજીભાઈ સંતોલાને દેશી દારૂ બનવવાની ભઠ્ઠી સાથે ઝડપી લીધા હતા.

- text

આ ઉપરાંત માળીયા પોલીસે માળીયા તળાવ નજીક દરોડો પાડી હિતેશ દેવજીભાઈ ચાવડા નામના ઇસમને દેશી દારૂ બનાવતા ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યાવહી કરી હતી.

- text