મોરબી સરદાર બાગ નજીકથી દારૂના 20 ચપલા સાથે બે ઝડપાયા

- text


મોરબી જિલ્લામાં દેશી, વિદેશી દારૂ અને પીધેલા સામે 24 કેસ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં દારૂ વેચનારા, બનાવનાર અને પીધેલાઓ વિરુદ્ધ પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે ત્યારે ગઈકાલે પ્રોહીબિશનના કુલ 24 કેસ કરવામાં આવ્યા હતા જેમાં સરદાર બાગ નજીકથી બે ઇસમોને ઈંગ્લીશ દારૂના 20 ચપલા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સરદાર બાગ નજીકથી મોસીનભાઇ ઇદ્રીસભાઇ અજમેરી, રહે. મોરબી કાલીકાપ્લોટ ઇન્ડીયા પાનવાળી શેરી અને હનિફભાઇ સીદ્દીકભાઇ જીંદાણી, રહે. મોરબી રવાપર રોડ, જીઓ દુકાનવાળી શેરી કાલીકાપ્લોટ વાળાને રોયલ ગ્રાન્ડ મેલ્ટ વ્હિસ્કીના 20 ચપલા કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે મોરબી તાલુકા પોલીસે જોધપર નદી ગામની સીમમાંથી મોરબી રણછોડનગરમાં રહેતા દીલીપભાઈ સોંડાભાઈ પાટડીયાને દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો, ગરમ આથો તેમજ દારૂ ગાળવાના સાધનો મળી કુલ રૂપિયા 690ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કુલ 24 કેસમાં પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text