જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં ઇકો ફ્રેન્ડલી શિવલિંગ બનાવવાની સ્પર્ધા યોજાઈ

- text


 

મોરબી: જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં શ્રાવણ માસ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી માટીની શિવલિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સૌથી વધુ સુંદર શિવલિંગ બનાવનાર વિદ્યાર્થીઓને ધોરણ મુજબ નંબર આપવામાં આવ્યા હતા. વિજેતા તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાનાં સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા શાળાના આચાર્યએ મહેનત કરી આયોજનને સફળ બનાવ્યું હતું.

- text

- text