મોરબીમાં રવિવારે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ – સ્નેહમિલન યોજાશે

- text


મોરબીઃ આગામી તારીખ 31 જુલાઈ ને રવિવારના રોજ મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા દશાશ્રી માળી વણિક જ્ઞાતિ વાડી ખાતે 31 જુલાઈએ સવારે દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહ મિલન યોજાશે. જેમાં સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત સવારે 9-15 કલાકે દિપ પ્રાગટ્ય સાથે થશે. ત્યારબાદ મહેમાનોનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન થશે.ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ડી.જે ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. સાથે જ પારિવારિક સ્નેહ મિલન યોજાશે અને કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. આ સમૂહ ભોજનમાં મોરબી દશનામ ગોસ્વામી સમાજને પધારવા આમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો અને સંતો-મહંતો પણ સહભાગી બનશે.

- text

- text