કાંતિપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ અર્પણ કરતા ભૂતપૂર્વ શિક્ષક

- text


મોરબી : કાંતિપુર પ્રાથમિક શાળાના ભુતપૂર્વ શિક્ષકે શાળાના 17 બાળકોનું વ્યવસ્થિત કપડાંનું માપ લઈ શાળાનો યુનિફોર્મ ભેટ કર્યો હતો.

મુળ કાંતિપુર ગામના અને ગામની શાળાના ભૂતપૂર્વ શિક્ષક એવા સાણજા પ્રભુભાઈ કે જેઓ હાલમાં રાજકોટ સ્થાયી થયેલ છે. તેમના પુત્ર ડૉ. સતિષભાઈ સાણજા રાજકોટમાં માહી નવજાત બાળકોની હોસ્પિટલ ધરાવે છે. તેમજ તબીબી ક્ષેત્રે નામના મેળવેલ છે. તેમને કાંતિપુર પ્રાથમિક શાળાના તમામ 17 બાળકોને ફુલ યુનિફોર્મનું દાન આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

- text

તેમજ રાજકોટથી જાતે જ આવી, ચીવટપુર્વક માપ લઈ, બાળકોને ફુલ જેવા બનાવી સંતોષ પામેલ હતો. તે બદલ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.આ સાથે દાતાને શાળા સુધી લાવનાર અરવિંદભાઈ કલોલાનો પણ આભાર માન્યો હતો.

- text