મોરબીના અગ્રણી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડથી સન્માનિત

- text


મોરબી : મોરબીના લાયન્સ ક્લબના રમેશ રૂપાલાએ દ્વિતીય વાઇસ ગવર્નર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.તેમજ તેમની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને રાખી તેઓને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે લાયન્સ ક્લબના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના રમેશ રૂપાલાએ તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ડિસટ્રિક 3232જેનાં શપથ વિધિ સમારોહ મંગલાચરણમાં દ્વિતિય વાઈસ ગવર્નર તરીકે લાયન્સ ઇન્ટરનેશનલનાં તૃત્ય ઉપપ્રમુખ એ.પી. સિંઘની દ્વારા શપથ ગ્રહણ કર્યા હતા.આ તકે એ.પી. સિંઘ તેમજ ભારત ભરમાંથી પધારેલ ઇન્ટરનેશનલ ડાયરેક્ટરોની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૧-૨૨ નો સર્વિસ એક્ટિવિટીનો ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડથી રમેશ રૂપાલાને સન્માનિત કર્યા હતા.

આ એવોર્ડ માટે ઓછા લોકોની પસંદગી થતી હોય છે. ત્યારે આ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ રમેશ રૂપાલાની સેવાકીય પ્રવૃતિઓ સૌરાષ્ટ્ર કચ્છમાંથી પોતાના રિજિયનની સેવા પ્રવૃત્તિ શિરમોર રહેતા સેવા પસંદગીથી આ એવોર્ડથી સન્માનિત કરતા રમેશ રૂપાલાને સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતિય વાઈસ ગવર્નર તરીકે શપથ લેવડાવતા એ. પી સિંઘ તેમજ ઊપસ્થિત સર્વે મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા.સાથે સૌરાષ્ટ્ર કચ્છમાંથી બહુ મોટી સંખ્યામાં ઊપસ્થિત લાયન્સ પરિવારે અભીનંદનની વર્ષા કરેલ હતી.

તેમજ આવનારા વર્ષોમાં તેમના દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં લાયન્સ ક્લબનાં માધ્યમથી છેવાડાનાં જરૂરિયાતમંદ પરિવારો સુધી વિવિધ સેવાનો લાભ મળે એવી શુભેચ્છા પાઠવી હતી.

- text

આમ રમેશ રૂપાલા મોરબી ફોટો વિડિઓ એશોશિયેશનનાં પ્રમુખ તરીકે 15 વર્ષ સેવા આપે છે.હાલ તેઓ ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે,વિધવા બહેનની દીકરીઓના સમૂહ લગ્ન, તેમજ સમાજની જુદી જુદી સેવાકીય સંસ્થાની પ્રવૃત્તિઓમાં હર હંમેશ સહયોગ કરતા મિત્ર વર્તુળ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text