ટંકારામાં ત્રિનેત્રા સોલાર પ્રા.લી.દ્વારા ખેતરોમાં નખાતી વિજ લાઈનનો વિરોધ કરતા ખેડૂતો

- text


મામલતદારને રજૂઆત કરી પ્રશ્ન અંગે યોગ્ય પગલાં લેવા અપીલ કરી

ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામમાં ખેડુતની ખેડવાણ જમીન પર વીજ પોલ નાખવામાં આવે છે.જેનું વળતર ખેડુતોને આપવામાં આવ્યું નથી.વીજપોલથી જમીનને નુકશાન થતું હોવાથી તેના વિરોધમાં મામલતદારને રજૂઆત કરી છે અને યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

ટંકારા તાલુકાના છતર ગામમાં ખેડુત ખાતેદારની ખેડવાણ જમીન આવેલ છે.તથા વાડાની જમીન આવેલ છે.તેમા નુકશાન થાય તેવી રીતના સોલાર કંપની વાળા પોતાની મનમાની કરીને આડેધડ વિજ લાઈન નાખેલ છે. અને તે વિજ લાઈન ડેમી નદીના અને તેના કાઠા ઉપર નાખેલ છે. ખેડુત ખાતેદારોને કોઈપણ રીતના પુશાવટ કે વળતા આપેલ નથી.

તે ખેડૂતોની માલીકીમાં બળજબરી પુર્વક પોલ ઉભા કરવા લાગ્યા છે.જે લાઈન નાખવાથી ખેતરનો રસ્તો આવેલ છે.અને માલ ઢોર અને પશુ-પંખીને નુકશાનકારક હોવાથી ખેડુત ખાતેદારોનો વિરોધ હોય છતા ત્રિનેત્રા સોલાર પ્રા.લી.દ્વારા વિજપોલ તથા હેવી વિજ પ્રવાહ પસાર કરતી લાઈન નાખવાની કામગીરી ચાલુ કરેલ છે અને ખેડુત ખાતેદાર સુખાધીકારનું હનન થતું હોય તેમજ સીમતળના અને કુદરતી રીતે વહેતા પાણીના વહેણ ડેમી નદીથી જમીનનો માર્ગ રસ્તોનુ નુકશાન કરેલ છે.તેથી ખેડુત ખાતેદારએ વિરૂધ્ધ વિરોધ નોધાવેલ છે.

- text

ખેડુત ખાતેદારીના માલીકી હકમા ઘુસણખોરી કરી નુકશાન કરેલ છે.સુલેહ શાંતિના નામ ઉપર ખેડુતો ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને વિજ કંપની તરફી કામ કરાવે છે.આ અરજીના અનુસંધાને તકરારી બાબતેનો ઉકેલ નહિ આવેતો મહેસુલ વિવાદ પંચ તથા મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી જાણ કરશે તથા ઉગ્ર આદોલન કરવા અંગે છતર ગામના વિજુભાઈ નરશીભાઈ સહિતના ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી છે.

- text