રેસિપી અપડેટ : વિકેન્ડમાં ઘરે બનાવો બેસન રવા ઢોસા

- text


સાઉથ ઈન્ડિયન વાનગી ઢોસા આજે દરેકની મનપસંદ બની ગયા છે. નાના બાળકોથી લઈને ઘરના મોટા સભ્યો તમામની પસંદ ઢોસા હોય છે અને મન ભરીને ખાતા હોય છે. જો કે ઢોસાની અનેક પ્રકારની વાનગીઓ બને છે. વિકેન્ડમાં બાળકો માટે કંઇક ટેસ્ટી અને અલગ બનાવવું હોય તો ઢોસા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો આજે જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો બેસન રવા ઢોસા..


સામગ્રીઃ

બે કપ બેસન, ¼ કપ રવો, ¼ કપ ચોખાનો લોટ, ½ ચમચી અજમો, લાલ મરચું, હળદર, સ્વાદાનુંસાર મીઠું, બે કપ પાણી, 3 મોટી ચમચી તેલ..

- text


બનાવવાની રીતઃ

બેસન રવા ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં બેસન અને રવો એડ કરો.
પછી આમાં ચોખાનો લોટ નાંખીને બરાબર મિક્સ કરી લો.
હવે આ મિશ્રણમાં હળદર, લાલ મરચું અને અજમો મિક્સ કરો.
આ બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે આમાં 2 કપ પાણી એડ કરો અન ખીરું તૈયાર કરી લો.
હવે આ ખીરાને 5 મિનિટ સુધી બરાબર ફેંટી લો.
ખીરુ બનાવતા સમયે ખાસ ધ્યાન એ રાખો કે એમાં ગઠ્ઠા ના પડે અને ખીરુ બહુ પાતળુ ના થઇ જાય નહિં તો ઢોસા ઉતરશે નહિં.
આ ખીરાને એક વાસણમાં લઇ લો અને 10 મિનિટ સુધી રહેવા દો.
આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક પેન લો અને એને ગરમ કરવા મુકો.
પેન ગરમ થઇ જાય એટલે ઢોસાના ખીરાને ચારે બાજુ ફેલાવી દો અને પછી સાઇડમાં થોડુ ચારે બાજુ તેલ નાંખો. હવે આ ઢોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દો.બરાબર રોસ્ટ થઇ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.


તો તૈયાર છે સ્વાદિષ્ટ બેસન રવા ઢોસા.

- text