જુના રાયસંગપુરમાં જુગાર રમતાં છ પકડાયા

- text


 

રહેણાંક મકાનમાં ચાલતા જુગારના પટમાં થી પોલીસે 17600ની રોકડ જપ્ત કરી

હળવદ : આજે મોડી સાંજે હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે 17600 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ જુના રાયસંગપુર ગામે રહેતા ભરતભાઈ લાલજીભાઈ વિસાણી પોતાના રહેણાંક મકાને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં મકાનમાં જુગાર રમી રહેલ ભરતભાઈ લાલજીભાઈ વિસાણી, વાલજીભાઈ વિરજીભાઈ સાંતલપરા,ભરતભાઈ દેવજીભાઈ સોઢા,જીવણભાઈ બાબુભાઈ સુરેલા,હમીરભાઈ કરસનભાઈ ચૌહાણ અને નટવરભાઈ કાનજીભાઈ ચાવડા રહેતા તમામ જુના રાયસંગપુર,તા.હળવદ વાળા ને 17600ની રોકડ સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી પટેલ, કિશોરભાઈ સોલગામ,તેજપાલ સિંહ,દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ,બીપીધભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર સહિતનાઓ રોકાયા હતા.

- text