વધામણા : મોરબી શહેરમાં મેઘરાજાનું આગમન

- text


મોરબી, ટંકારા અને માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ

મોરબી : જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ અંતે આજે પોતાનું હેત વરસાવવાનું શરુ કર્યું હતું. અને મોરબી શહેરમાં મેઘરાજાએ આગમન કરતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. જ્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડયાના સમાચાર છે. લોકો મેઘરાજાને મનમૂકીને વરસવાની પ્રાથના કરી રહ્યા છે.

આ સાથે જ ટંકારામાં પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. સાથોસાથ નેકનામ, હમિરપર, રોહીશાળા, જોધપરઝાલા, સાવડી, સરાયા, હરીપર, મિતાણા સહિતના ગામડાઓમાં પણ વરસાદના વાવડ છે. બીજી તરફ માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text