હળવદના રાતાભેરમાં ગૌચરમાં ખડકાયેલા દબાણો સામે તંત્રના આંખ મીચામણા

- text


ગૌચરની જમીનમાં ગેરકાયદે કાચા-પાકા બાંધકામ કરી વેચવાનો ધમધોકાર ધંધો બંધ કરાવી દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ટીડીઓને રજુઆત

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે આવેલી ગૌચરની જમીનમાં અમુક તત્વોના ગેરકાયદે દબાણો કરી કાચા પાકા બંધકામો ખડકીને બારોબાર વેચી દેવાના કૌભાંડને ગામના જાગૃત નાગરિકોએ ખુલ્લું પાડ્યું છે. જેમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણો ખડકાયેલા હોય છતાં તંત્ર આવી ગંભીર બાબતને નજરઅંદાજ કે જાણી જોઈને આંખ મીચામણા કરતું હોવાથી આ દબાણો દૂર કરવા ટીડીઓને રજુઆત કરી છે.

હળવદના રાતાભેર ગામના જાગૃત નાગરિકો લાલભા વજાભાઈ ચૌહાણ, કાળુંભાઈ માધુભાઈ ચૌહાણ, સુરેશભાઈ પથુંભાઈ ચૌહાણ, નરવીરસંગ દિલીપસંગ ચૌહાણ અને શકિત જીલુભાઈ ચૌહાણએ હળવદ ટીડીઓ, પ્રાંત અધિકારી, ડીડીઓ અને કલેકટર સહિતના અધિકારીઓને રજુઆત કરી હતી કે, રાતાભેર ગામની ગૌચરની જમીનમાં અમુક તત્વો દ્વારા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેમાં આ ગૌચરની જમીનમાં ગેરકાયદે કાચા પાકા બાંધકામો હાલ ચાલુ છે. આટલું ઓછું હોય એમ એક તો ગેરકાયદે કાચા પાકા બાંધકામો ખડકી દેવામાં આવે છે અને ઉપરથી એ ગેરકાયદે બાંધકામોને બારોબાર વેચી દેવાનો ધંધો ધમધોકાર ચાલે છે.

- text

વધુમાં ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરપંચના દીકરા આવા ગેરકાયદે બાંધકામોમાં રહેતા હોવાથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચુપની જેમ આ કૌભાંડ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. તેમજ આવા દબાણકરો માટે પોતાના વગની જોરે વીજ જોડાણ પણ કરાવી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. આથી આ અંગે યોગ્ય તપાસ કરી આ કૌભાંડમાં જવાબદાર તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text