જીતુ સોમાણીના સમર્થન મુદ્દે મોરબીમાં સમસ્ત લોહાણા સમાજ માટે આજે રાત્રે મીટીંગ મળશે

- text


મોરબી : મોરબી સમસ્ત લોહાણા સમાજ માટે આજે રાત્રે અગત્યની મીટીંગ મળનાર હોય જેથી સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

આગામી તા.૨૬-૬-૨૦૨૨ રવિવારના રોજ વાંકાનેર મુકામે લોહાણા અગ્રણી જીતુભાઈ સોમાણીના સમર્થનમા યોજાનાર મહાસંમેલનને અનુલક્ષીને, ઉપરાંત તા.૩-૭-૨૦૨૨ રવિવારના રોજ RKM (રઘુવંશી ક્રાંતિ મંચ) દ્વારા મોરબી મુકામે યોજાનાર કાર-બાઈક રેલી તથા સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલનના આયોજનના અનુસંધાનમા સમસ્ત લોહાણા સમાજની મીટીંગનુ આયોજન આજે તા.૨૪-૬-૨૦૨૨ શુક્રવારના રોજ રાત્રે ૯ઃ૩૦ કલાકે જલારામ પ્રાર્થના મંદિર ખાતે કરાયું છે. જેમા દરેક કમીટી મેમ્બર્સ ઉપરાંત સમસ્ત લોહાણા સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ભાઈઓ તથા બહેનોને સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

- text

- text