મકનસર 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી પ્રસુતિ 

- text


મોરબી : વાંકાનેર તાલુકાના ભાયતી જાંબુડીયા ગામે પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા 108ને કોલ આવતા મુશ્કેલ પરિસ્થિતિમાં એબ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.

- text

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના રહેવાસી વેલકુબેન સોનુભાઈ મહેલાને ગઈકાલ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેની જાણ મકાનસર 108ને કરતા ટીમ દોડી ગઇ હતી. મહિલાને પ્રસુતિનો દુખાવો વધારે હોવાથી મકનસર 108 ટીમના ઇએમટી સાગર મેર અને પાયલોટ પ્રદીપ પટેલે હોસ્પિટલ લઈ જતા વચ્ચે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવી હતી. અને મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આગળની સારવાર માટે માતા અને બાળકને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હાલ માતા અને બાળક બંને તંદુરસ્ત છે.

- text