સિરામીક ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત 

- text


મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર મીટકો સીરામીકના કારખાનાના ટાઇલ્સના ગોડાઉનમા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આઝાદનગર તાલુકાના દેવાલી પટેલ ફળીયામાં રહેતા પ્રદિપભાઇ મગનભાઇ કોસરાએ અગમ્ય કારણોસર ગોડાઉનમા છતના ભાગે આવેલ લોખંડની એગલ સાથે બોકસ પેક કરવાની પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text