હક્કનું ક્યાંય ન જાય : પુરમાં તણાયેલ પૈસા ભરેલો ડબ્બો એક વર્ષે મળ્યો 

- text


હળવદના રણછોડગઢ ગામે એક વર્ષ પહેલા પુરના પ્રવાહમાં તણાઈ ગયેલ નાણાં ભરેલ ડબ્બો આજે માલધારીઓને મળતા મૂળમાલિકને પરત કર્યો 

હળવદ : પરસેવાની હક્કની કમાણી ક્યારેય ફોગટ નથી જતી…. આવા જ એક અનોખા અને અજીબો ગરીબ કિસ્સામાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ગતવર્ષે ભારે વરસાદમાં ઝુંપડા સહિતની ઘરવખરી સાથે જમીંનમાં દાટેલા રૂપિયા ભરેલો ડબ્બો પણ તણાઈ ગયા બાદ આજે એકવર્ષ બાદ આ ડબ્બો રણછોડગઢ નજીકના સરંભડા ગામના માલધારી યુવાનોને મળતા ખરાઈ કરી મૂળમાલિકને પરત સોંપ્યો હતો.

આ અજીબો ગરીબ કિસ્સા અંગે જાણવા મળતી વિગતો મુજબ ગતવર્ષે ભારે વરસાદ પડતા હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરની વાડીએ ઝુંપડા સહિતની ઘરવખરી તણાઈ ગઈ હતી આ સાથે જ તેમને ઘર પાસે દાટેલ રૂપિયા ભરેલો ડબ્બો પણ પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટના અંગે મુન્નાભાઈએ આજુબાજુના ગામના લોકોને પણ જાણ કરી હતી.

દરમિયાન ગઈકાલે હળવદ તાલુકાના સુંદરીભવાની, રણછોડગઢ સરંભડા વગેરે ગામોમાં ભારે વરસાદ પડતા એક વર્ષ પહેલા પાણીમાં તણાઈ ગયેલ રૂપિયા ભરેલો ડબ્બો સરંભડા ગામના તળાવ નજીક તણાઈને આવી પહોંચતા આજે સવારે માલધારીઓ પોતાના માલઢોર લઈને સીમમાં ચરાવવા જતા આ ડબ્બો નજરે પડતા ડબ્બો ખોલતા અંદરથી મોટી રકમ મળી આવી હતી.

- text

બીજી તરફ માલધારી સમાજના મુકેશભાઈ દોરાલા અને ગોપલભાઈ સરૈયા સહિતના યુવાનોને નાણાં ભરેલ ડબ્બો મળતા જૂની વાત યાદ કરી રૂપિયા ભરેલ ડબ્બો જે કોઈનો હોય તેમને ખાતરી આપી લઈ જવા અનુરોધ કરતા ગરીબ પરિવારના મુન્નાભાઈ ઠાકોર સરંભડા પહોંચ્યા હતા અને ખાતરી આપી પોતાની પરસેવાની કમાણી એક વર્ષ બાદ પરત મેળવી ખુશી મેળવી હતી.

 

- text