ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ : હળવદ મોખરે

- text


સમગ્ર જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 94.26 ટકા પરિણામ : સૌથી ઓછું 87.21 ટકા મોરબી કેન્દ્રનું પરિણામ

મોરબી : આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પરિણામ જાહેર કરાયુ છે. સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે જેમાં મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ આવ્યું છે.

માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે સવારે પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ જાહેર થયું છે. કેન્દ્ર વાઇઝ મોરબી જિલ્લાનું પરિણામ જોઈએ તો સમગ્ર જિલ્લાના હળવદ કેન્દ્ર 94.26 ટકા સાથે અવ્વલ રહી મેદાન મારી ગયું છે, બીજા ક્રમે વાંકાનેર કેન્દ્રનું 88.53 ટકા, ત્રીજા ક્રમે ટંકારા કેન્દ્ર 88.49 ટકા અને છેલ્લા ચોથા ક્રમે મોરબી કેન્દ્રનું 87.21 ટકા પરિણામ જાહેર થયુ છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાંથી કુલ 5379 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 4914 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો મોરબી જિલ્લામાં એ.1 ગ્રેડમાં 48, એ-2 ગ્રેડમાં 552, બી-1 ગ્રેડમાં 1145, બી-2 ગ્રેડમાં 1430, સી-1 ગ્રેડમાં 1180, સી-2 ગ્રેડમાં 410 અને ડી ગ્રેડમાં 33 વિદ્યાર્થીઓ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયુ છે.

- text