મોરબીમાં વૃદ્ધ તથા વિધવા પેન્શન મળવાનું છેલ્લા આઠ માસથી બંધ હોવાની રાવ

- text


પેન્શનના પૈસા તાત્કાલિક જમા થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા જશવંતીબેન શિરોહિયાની મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા આઠ માસથી વૃદ્ધ, નિરાધાર તથા વિધવા પેન્શન મળ્યું ન હોય જે અંગે જશવંતીબેન શિરોહીયા (વોર્ડ નંબર 4ના કાઉન્સિલર) એ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

- text

રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લાના આશરે 700 વિધવા તથા વૃદ્ધ માણસોને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી. જેથી તેઓ અવારનવાર બેંક તથા મામલતદાર કચેરીએ ધક્કા ખાય છે. પરંતુ ત્યાંથી એવો જવાબ મળે છે કે રાહ જોવો મળી જશે. હાલ અસહ્ય મોંઘવારીમાં ગુજરાન ચલાવું અઘરું છે એવામાં પેન્શન પણ નહીં મળતા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ અંગે અંગત રસ લઈ પેન્શનના રૂપિયા તાત્કાલિક જમા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં જણાવાયું છે.

- text