ઝાલાવાડના ચોર્યાસી ગામોમાં 70 વર્ષથી દર અગીયારસે ચાલતી અખંડ રામધૂન

- text


હળવદના કડીયાણા ગામે હજારો ભક્તોએ રામનામની ધૂન બોલાવી : 1953થી રામધૂનની શરૂઆત ધ્રાંગધ્રાના ધોરી ગામથી કરવામાં આવી હતી

હળવદ : સમગ્ર ઝાલાવાડના જુદા જુદા 84ગામો માં દર અગિયારસના દિવસે અખંડ રામધૂનની પરંપરા પાછલા સિત્તેર વર્ષ થી ચાલી રહી છે ત્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે ગુરુવારે સવારે પાંચ વાગે અખંડ રામધૂન યોજાઈ હતી જેમાં સમગ્ર ઝાલાવાડના એક હજાર જેટલા હરિભક્તો જોડાયા હતા.

ભગવાન રામ પ્રત્યે હનુમાનજી દાદાની ભકિત વિશે આપણે સૌ જાણીએ છીએ ત્યારે ઝાલાવાડના ધ્રાંગધ્રાના ધોરી ગામમાં રહેતા ગોરધનભાઇ ભગતે વર્ષ 1953થી દર એકાદશીના દિવસે ચોવીસ કલાક અખંડ રામધૂનની શરૂઆત કરી હતી. શરૂઆતમાં એક ગામ ત્યાર બાદ પાંચ,પંદર, પચાસ અને આજે સમસ્ત ઝાલાવાડના ચોર્યાસી ગામમાં એકાદશીના રોજ અલગ – અલગ ગામમાં આ અખંડ રામધૂન નું આયોજન થઇ રહ્યું છે જેમાં એક હજાર થી વધુ હરિભક્તો રામધૂનમાં જોડાય છે.

દર એકાદશીના રોજ નક્કી કરાયેલા એક ગામમા ચોવીસ કલાક અખંડ રામધુનની શરૂઆતને આજે ૭૦ વર્ષ પુર્ણ થયાં છે. ઝાલાવાડ ના જુદા – જુદા 84 ગામો ના રામજી મંદિરે યોજાઈ રહેલી અખંડ રામધૂનમાં તાઢ, તડકો, ભુકંપ, પુર, વાવાઝોડા જેવી આફતો વચ્ચે પણ હનુમાનજીના હરિ ભકતો એ રામધુનને અવિરત રીતે ચાલુ રાખી છે.

- text

સિત્તેર વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગુરુવારે હળવદના કડીયાણા ગામે સવારે પાંચ વાગ્યાથી બીજા દિવસે સવારે પાંચ વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર થી વધુ હરિભક્તો જોડાયા હતા અને આ અખંડ રામધૂન માં સમસ્ત ગામ પણ જોડાયું હતું. આ અંગે વધુ માહિતી આપતા આ અખંડ રામધૂન સમિતિ ના પ્રમુખ પ્રવીણભાઈ મિસ્ત્રી એ જણાવેલ કે સામાન્ય રીતે એક મિનિટમાં ર૦ થી રપ મંત્રોનું ગાન થાય છે. આપણે ઓછામાં ઓછા ર૦ મંત્રો ગણીએ તો એક  કલાકમાં ૬૦૦ મંત્રો ગવાય. એક દિવસમાં ( ચોવીસ કલાક માં) ૧૪,૪૦૦ મંત્ર થાય અહીં હજારોની સંખ્યામાં લોકોને આ લાભ મળેલો છે.

- text