હળવદના રણમલપુરમાં વાડીએ જામેલી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી

- text


1.66 લાખ રોકડા, સેન્ટ્રો કાર સહીત 3.66 લાખનો મુદામાલ કબ્જે કરતી હળવદ પોલીસ

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીમાં જામેલી જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઈ રૂપિયા 1.66 લાખ રોકડા, સેન્ટ્રો કાર સહીત 3.66 લાખનો મુદામાલ કબ્જે કરતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

હળવદ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ બહાદુરસિંહ પરમાર, દેવુભા ઝાલા, કેતનભાઈ અને બિપીનભાઈ પરમારને સંયુક્ત બાતમી મળી હતી કે, રણમલપુર ગામે દીલીપભાઇ કરસનભાઇ વામજા પોતાની વાડીએ જુગાર ક્લબ ચલાવે છે જેને પગલે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા વાડીમાંથી દીલીપભાઇ કરસનભાઇ વામજા, રે.રણમલપુર, હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા, રહે.હળવદ વસંતપાર્ક, પ્રકાશભાઇ ગોરધનભાઇ કણઝરીયા, રહે.વેગડવાવ તા.હળવદ, હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા, રહે.હળવદ આનંદપાર્ક, દિનેશભાઇ ઠાકરસીભાઇ આજોલીયા, રહે.વઢવાણ ૮૦ ફુટ રોડ
અને મનસુખભાઇ શામજીભાઇ વરમોરા, રહે.રણમલપુર નામના જુગારીઓ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

દરોડા દરમિયાન હળવદ પોલીસે રોકડા રૂપીયા 1.66 લાખ, જુદી-જુદી કંપનીના મોબાઇલ નં-6 કિમત રૂ.20 હજાર તથા એક સેન્ટ્રોકાર કિમત રૂ.1.50 લાખ સહિત કુલ 3.36 લાખનો મુદામાલ કબ્જે કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text