વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા છ ઝડપાયા

- text


સિટી પોલીસ ટીમે રોકડા રૂપિયા 37,400 કબ્જે કર્યા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ બરફના કારખાના પાછળ દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર છ જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 37,400 જપ્ત કર્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ બરફના કારખાના પાછળ જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ અજયભાઇ પ્રમેજીભાઇ બાવળીયા, સુનીલભાઇ શંકરભાઇ સારલા, મુકેશભાઇ રમેશભાઇ ડાભી, ઉમેશભાઇ જાદવભાઇ કુતીયા, ભરતભાઇ નાનજીભાઇ દેગામા અને અશ્વીનભાઇ ઉકાભાઇ મકવાણા તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 37,400 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text