વાંકાનેર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની તવાઈ

- text


જુદા – જુદા ત્રણ દરોડામાં 20 બોટલ સાથે ત્રણ આરોપી ઝડપી લેવાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી અલગ અલગ ત્રણ દરોડાની કાર્યવાહીમાં ત્રણ શખ્સોને 20 બોટલ દારૂ તેમજ મોટર સાયકલ સહિતના મૂળમાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂના પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ-વિરપર રોડ ઉપર ગૌશાળા પાસેથી દશરથભાઇ ગોરધનભાઇ સરાવાડીયા, રહે.માટેલ વાળાને મેકડોવેલ્સ નંબર-1 સુપીરીયર વ્હીસ્કી 12 બોટલ કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં વિક્રમભાઇ ગગજીભાઇ અઘારા, રહે.રામપર તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને જામસર ગામથી વરડુસર ગામ જવાના રસ્તેથી રૂપિયા 15 હજારની કિંમતના બજાજ મોટર સાયકલ ઉપર મેકડોવેલ્સ નં-1 વ્હીસ્કી 7 બોટલ કિંમત રૂપિયા 2625 સહિત કુલ મળી રૂ.17,625ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

જ્યારે દરોડાની ત્રીજી કાર્યવાહીમાં પોલીસે સુરેશભાઇ વશરામભાઇ કુનતીયા, રહે.વરડુસર વાળાને સરતાનપર રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text