હળવદ દુર્ઘટનાના દરેક મૃતકોના પરિવારને સખનપરા પબ્લિસિટી દ્વારા 5-5 હજારની સહાયની જાહેરાત

- text


મોરબી : હળવદની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારો પ્રત્યે સંવેદનાનું મોજું ફરી વળ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બાદ સમાજસેવીઓ અને વેપારીઓ તેમજ ઉધોગકારો દ્વારા પણ મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોરબીની સખનપરા પબ્લિસિટી દ્વારા હળવદ દુર્ઘટનાના દરેક મૃતકોના પરિવારને 5-5 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

- text

હળવદના જીઆઇડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં દીવાલ ઘસી પડવાની દુર્ઘટનામાં 12 શ્રમિકો મોતને ભેટ્યો હતા.ત્યારે આ હતભાગીઓના પરિવારજનો શ્રમિકો હોય અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા હોવાથી બાકીનું જીવન ખુમારી પૂર્વક જીવી શકે તે માટે મૃતકોના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે મોરબીમાં હોર્ડિંગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા સખનપરા પબ્લિસિટીના દિનેશભાઇ લવજીભાઈ સખનપરાએ પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી દરેક મૃતકોના પરિવારને રૂ.5-5 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

- text