રેસિપી સ્પેશ્યલ : વિકેન્ડ પર રેસ્ટોરન્ટ જેવું દમાલું બનાવો ઘરે..

- text


બટાકાનું શાક તો કોને ના ભાવે? અનેક લોકો એવા હોય છે કે જેમને માત્ર બટાકાનું શાક જ ભાવતુ હોય છે. પરંતુ તેઓ એકનું એક બટાકાનું શાક ખાઇને કંટાળી જતા હોય છે. તો અહીં આપેલી છે ટેસ્ટી-ટેસ્ટી દમાલુંની રેસિપી. વિકેન્ડ પર બહાર હોટલમાં જમવા જવાને બદલે રેસ્ટોરન્ટ જેવા દમાલું ઘરે સરળતાથી બનાવવાનું પ્રીફર કરવું જોઈએ. અને આ રીતે બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે. દમાલું બનાવવા માટે તમે પણ નોંધી લો આ સિક્રેટ રેસિપી.

દમાલું બનાવવાની સામગ્રી

1. જરૂર મુજબ બાફેલા બટાકા
2. કસુરી મેથી
3. પનીર
4. ગરમ મસાલો
5. ઘી
6. માખણ
7. સ્વાદાનુંસાર મીઠું
8. હળદર
9. મરચું

ગ્રેવી બનાવવા માટે

10. ડુંગળી
11. ટામેટા
12. ગરમ મસાલો
13. ઘી
14. લાલ મરચું
15. સ્વાદાનુંસાર મીઠું

- text

દમાલું બનાવવાની રીત

1. દમાલું બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો.
2. ત્યારબાદ સૌથી પહેલા ડુંગળી અને ટામેટાની મિક્સરમાં ગ્રેવી કરી લો.
3. હવે કડાઇમાં ઘી ગરમ કરવા મુકો.
4. ઘી ગરમ થાય એટલે સૌ પહેલા ડુંગળીની ગ્રેવી નાંખો અને એને સાંતળો. આ ગ્રેવી આછા બ્રાઉન રંગની થવી જોઇએ.
5. ડુંગળીની ગ્રેવી થઇ જાય પછી એમાં ટામેટાની ગ્રેવી એડ કરો. તેલ છૂટ્ટુ પડે ત્યાં સુધી આ ગ્રેવીને થવા દો.
6. ત્યારબાદમાં આ ગ્રેવીમાં ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું નાંખીને બેથી પાંચ મિનિટ માટે થવા દો.
7. આમ, ગ્રેવીમાં બરાબર તેલ છૂટ્ટુ પડે એટલે એમાં નાના-નાના બાફેલા બટાકાને એડ કરી દો.
8. ત્યારબાદ બધો મસાલો ફરીથી કરો.
9. હવે ઉપરથી પનીરનું છીણ એડ કરો.
10. આ બધી પ્રોસેસ થઇ જાય એટલે પાંચથી દસ મિનિટ સુધી થવા દો, જેથી કરીને ઘી અને તેલ છૂટ્ટું પડશે. આ સબ્જી તમારે વારંવાર ચમચાથી હલાવવાની નથી.

તો તૈયાર છે એકદમ ટેસ્ટી-ટેસ્ટી દમાલું.. આ દમાલુંમાં પનીર છીણીને નાંખશો તો ટેસ્ટ વધારે સારો આવશે અને ખાવાની મજ્જા પડી જશે.

- text