ઉડતા મોરબી ! પાંચ કિલો ગાંજા સાથે એક ઝડપાયો, સુરતના સપ્લાયરનું નામ ખુલ્યું

- text


લાયન્સનગર વિસ્તારમાં એસઓજી ટીમનો સફળ દરોડો

મોરબી : રાજ્યમાં નશીલા પદાર્થનો કારોબાર વધ્યો છે ત્યારે મોરબી એસઓજી ટીમે લાયન્સનગર શિવ આરાધના એપાર્ટમેન્ટ સામેની શેરીમાં દરોડો પાડી 5 કિલો 430 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર સુરતના શખ્સનું નામ ખોલવવામાં સફળતા મેળવી છે.

મોરબીમાં ગાંજાનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમ દ્વારા લાયન્સનગર -2 વિસ્તારમાં આવેલ શિવ આરાધના એપાર્ટમેન્ટની સામેની શેરીમાં દરોડો પાડી આરોપી ઇકબાલ ફતેમહમદ મોવર, મુળ રહે. અંજીયાસર ગામ તા.માળીયા(મી) વાળાને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી ગાંજોનો જથ્થો 5 કિલો 430 ગ્રામ કિ.રૂ. 54,300, રીયલમી કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.5000, ગાંજા વેચાણના રૂપીયા 12,500,નવજન કરવા માટે ઉપયોગમાં લેવાતો ડીજીટલ વજન કાંટો કિ.રૂ.500 પ્લાસ્ટીકની ખાલી કોથળી, પ્લાસ્ટિક ડોલ કિ.રૂ 100- મળી કુલ રૂ.ય2,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં એસઓજીએ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ગાંજાનો આ જથ્થો આરોપીએ સુરત કતારગામના ગુલાબભાઇ નામના શખ્સ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- text

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એ
એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા, હેડ કોન્સ્ટેબલ સબળસિંહ સોલંકી, શેખરભાઈ મોરી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા અને અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.

- text