રેસિપી સ્પેશિયલ : બળબળતા તાપથી ઠંડક આપતું ગુલકંદનું ટેસ્ટી શરબત

- text


કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડા પીણા પીવા ગમતા હોય છે. ઠંડા પીણા ગરમીથી રાહત અપાવે છે. જો કે હાલના દિવસોમાં ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે. ત્યારે ગરમીમાં બહારના પીણાં કરતા જો ઘરે જ ઠંડુ-ઠંડુ કંઇક બનાવીને પીવો છો તો હેલ્થને વધારે ફાયદો થાય છે. તો ગુલકંદનું શરબત બનાવી શકાય છે. ગુલકંદમાં રહેલા તત્વો ગરમીમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો મોડું કર્યા વગર જલ્દીથી નોંધી લો ગુલકંદનું શરબત બનાવવાની પદ્ધતિ.

ગુલકંદ બનાવવાની સામગ્રી

1. 600 મિલી ફ્રેશ ક્રિમ
2. 80 ગ્રામ ગુલકંદ
3. 150 મિલી દૂધ
4. બેથી ત્રણ ટેબલસ્પૂન ઠંડાઇ
5. કન્ડેન્સ્ડ મિલ્ક
6. સમારેલા પિસ્તા


ગુલકંદ બનાવવાની રીત

1. ગુલકંદનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ દૂધને મિક્સરમાં લો અને એમાં ઠંડાઇ પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

2. ત્યારબાદ એને એક વાસણમાં કાઢી લો.

- text

3. હવે એક બાઉલ લો અને એમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ઠંડાઇ અને ક્રીમ નાંખીને બરાબર મિક્સ કરી લો. જ્યાં સુધી આ બધુ બરાબર એક રસ ના થાય ત્યાં સુધી ગ્રાઇન્ડિંગ કરો.

4. આ મિશ્રણ બરાબર સ્મુધ થઇ જાય પછી એક ગ્લાસમાં લઇ લો.

5. ગ્લાસમાં લીધા પછી એમાં ગુલકંદ અને પિસ્તાથી ગાર્નિશ કરો.


તો તૈયાર છે ગુલકંદનું શરબત.

આ શરબત બનાવીને તમે ફ્રિજમાં મુકી દો અને ઠંડુ થવા દો. એક કલાક પછી બહાર કાઢીને ઠંડો-ઠંડો પી લો ‘ગુલકંદ શરબત’

- text