મોરબીના ઘુંટુ રોડ ઉપર બે દિવસ પૂર્વે બાઈક ચાલકને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર બે દિવસ પૂર્વે સોના સીરામીકના કારખાનાની સામે બાઈક ચાલક યુવાનને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જુના ઘુંટુ રોડ ઉપર બે દિવસ પૂર્વે સોના સીરામીકના કારખાનાની સામે બાઈક લઈને જઈ રહેલા મૂળ જૂનાગઢ વંથલીના વૈભવભાઈ દલસુખભાઈ દલસાણીયા નામના યુવાનને ટ્રક રજીસ્ટર નંબર RJ-14-GN-6238ના ચાલકે હડફેટે લેતા વૈભવભાઈ ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ ગમખ્વાર અકસ્માત મામલે વૈભવભાઈના નાના ભાઈ રોનકભાઇ દલસુખભાઇ દલસાણીયા, રહે-મારૂતીનંદન એપાર્ટમેન્ટ લક્ષમીનારાયણ સોસાયટી એસ્સાર પેટ્રોલ પંપની સામે ત્રાજપર ચોકડી મોરબી-૨ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રક નંબર RJ-14-GN-6238ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text