મોટી બરાર પ્રાથમિક શાળાનો સ્પેશિયલ ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં ડંકો

- text


માળીયા(મી.) : જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મોટીબરાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ કર્યો હતો. જેમાં મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ મોરબી જિલ્લા કક્ષાની ૨૦૦મી.દોડ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવ્યો હતો.

- text

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશયલ ખેલમહાકુંભ 2022 અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલમહાકુંભનું જોધપર નદી ગામ પાસે આવેલ ઉતરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સંજય કરશનભાઈ ચૌહાણએ ૮ થી ૧૫ વર્ષ વયજુથ માટે યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈ મોરબી જિલ્લા કક્ષાની ૨૦૦મી.દોડ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવ્યો હતો.આ તકે તેમના માર્ગદર્શક દિનેશભાઈ સભાણી (આઈ.ડી.ઈ. એસ.એસ. – માળિયા તાલુકો), શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

- text