રાજકોટમાં આયોજિત એજ્યુકેશન એક્સપોમાં માર્ગદર્શન મેળવતાં મોરબીના વિદ્યાર્થીઓ

- text


મોરબી: સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન તથા સારથી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જનકલ્યાણ હોલ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સપોના માધ્યમથી પોતાની કારકિર્દી કંડારવા ઉત્સુક અનેક વિધાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આ એક્સપોમાં દેશ દુનિયાની 26 થી વધુ યુનિવર્સિટીના નિષ્ણાંત તજજ્ઞોએ વિવિધ ફિલ્ડમાં રહેલી તકોનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મેડિકલથી લઈને જર્નાલિઝમ, ફેશનથી લઈને એન્જિનિયરીંગ, સી.એસ.થી લઈને મેનેજમેન્ટ સહિતના વિવિધ ફિલ્ડના કરીક્યુલમથી લઈને કોન્સેપ્ટ સુધીની વિધાર્થીઓની ક્યુરિયોસિટીને સંતોષવામાં આવી હતી.

આ એક્સપોમાં મોરબી એકેડેમીક એસોસિએશનના માધ્યમથી નવનિર્માણ ક્લાસીસ, ઓરીએન્ટલ ક્લાસીસ, પ્રગતિ ક્લાસીસ, બ્રીલીયન્ટ ક્લાસીસ, સ્કાયલાઈટ ક્લાસીસ, કેતન ક્લાસીસ, નવકાર કોમ્પ્યુટર સહિતના વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજનની વ્યવસ્થામાં રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રમોદસિંહ રાણા, અલ્પેશભાઈ ગાંધી, અનિલભાઈ પરમાર, રાજેશભાઈ કંઝારીયા, કિશોરભાઈ કંઝારીયા, દિપેશભાઈ દોશી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text