RBIએ જાહેર કર્યું રજાઓનું લિસ્ટ : મે મહિનામાં બેંકો 13 દિવસ રહેશે બંધ

- text


મોરબી : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ મે મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે. તો મે મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો તેના માટે અત્યારે જ પ્લાનિંગ કરી લેવું જરૂરી છે. જેથી, બાદમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

આર.બી.આઈ. કેલેન્ડર મુજબની રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો પ્રમાણે બદલાઈ શકે છે. આરબીઆઈ દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જારી કરવામાં આવે છે. આ યાદી રાજ્યોમાં ઉજવાતા તહેવારો પર આધારિત છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, રાજ્યો અનુસાર કેટલીક રજાઓ પણ છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ-અલગ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંકો બંધ રહેશે. જે નીચે મુજબ છે.

મે મહિનામાં બેંક રજાઓની સૂચિ

1. 1 મે ​​2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવારે પણ રજા રહેશે.
2. 2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા
3. 3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક)
4. 4 મે 2022: ઈદ-ઉલ-ફિત્ર, (તેલંગાણા)
5. 9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
6. 14 મે 2022: બેંકોમાં બીજા શનિવારે રજા
7. 16 મે 2022: બુધ પૂર્ણ ચંદ્ર
8. 24 મે 2022: કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ – સિક્કિમ
9. 28 મે 2022: 4થા શનિવારે બેંકોમાં રજા

- text

મે 2022માં વીકેન્ડ બેંક રજાઓની સૂચિ

10. 1 મે ​​2022 : રવિવાર
11. 8 મે 2022 : રવિવાર
12. 15 મે 2022 : રવિવાર
13. 22 મે 2022 : રવિવાર
14. 29 મે 2022 : રવિવાર

- text