વાંકાનેર તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ‘આયુષ્યમાન ભારત’ની વર્ષગાંઠ ઉજવાઈ

- text


વાંકાનેર : તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર હેઠળના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ચોથી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.

વાંકાનેર તાલુકામાં આયુષ્યમાન ભારત હેઠળ શરુ કરવામાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આયુષ્યમાન ભારતની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જે નીમીતે લોક આરોગ્યની સંભાળ માટે બે દીવસ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. જેમાં ગત તારીખ ૧૬.૪.૨૦૨૨ના પ્રથમ દીવસે રોગ નિદાન કેમ્પ તથા તારીખ ૧૭.૪.૨૦૨૨ ના રોજ યોગા સેશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીઘેલ હતો. તમામ કોમ્યુનીટી હેલ્થ ઓફીસરને સારી રીતે ઉજવણી કરવા બદલ તાલુકા હેલ્થ ઓફીસરએ આભાર માનેલ હતો.

- text

- text