વાંકાનેરમાં 21મીએ બ્લોક હેલ્થ મેળાનું આયોજન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ યોજના હેઠળ કાર્ડ કાઢી આપવામાં આવશે.તેમજ ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા.18 થી તા.22 દરમ્યાન દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળોનું આયોજન કરેલ છે.તે અંતર્ગત વાંકાનેર તાલુકામાં સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે તા21ના રોજ બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.વાંકાનેર વહીવટી તંત્ર,તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને સરકારી હોસ્પિટલ વાંકાનેરના તંત્ર દ્વારા આ બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. બ્લોક હેલ્થ મેળામાં વિવિધ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવશે.જેમાં યુનિક હેલ્થ આઈ.ડી. કાર્ડ કાઢી આપવામાં આવશે.PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે.જેનો લાભ લેવા માટે લાભાર્થીનું આધારકાર્ડ,રેશનકાર્ડ અને આવકનો દાખલો સાથે લાવવાનો રહેશે.આ કાર્ડ વ્યકિતગત કાઢવાનું હોવાથી દરેક લાભાર્થીએ હાજર રહેવું.

- text

જુદા જુદા તજજ્ઞ દ્વારા વિવિધ રોગોની સારવાર આપવામાં આવશે.લેબોરેટરી સેવાઓ અને મફત દવાઓ આપવામાં આવશે.વધુ સારવાર માટે દર્દીને રેફરલ સેવાઓ આપવામાં આવશે.ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મારફત સેવાઓ આપવામાં આવશે.આ ઉપરાંત કુટુંબ કલ્યાણ,રસીકરણ,વાહકજન્ય રોગો,ટીબીરોગની જાણકારી આપવામાં આવશે.

- text