સામ – સામા સાગપણના મનદુઃખમાં વેવાઈ વેલા બાખડયા

- text


મેસરિયા ગામે ત્રણ સગાઓએ એક સંપ કરી માર માર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે સામ – સામા સાગપણના મનદુઃખમાં એક બીજાની દીકરીઓને દુઃખ મામલે ચાલતા ઝઘડામાં વેવાઈને સામાપક્ષના ત્રણ સગાઓએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનવા અંગે વાંકાનેર તાલુકાના કોઠારીયા જડેશ્વર ખાતે રહેતા દીનેશભાઇ મોહનભાઇ કોબીયાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈની પુત્રી હીરાભાઇ માલકીયાના ઘરે સાસરે હોય ઉપરાંત આરોપીની દીકરી પણ તેમના ભાઈના ઘેર સાસરે હોય બન્ને પક્ષે અગાઉ ઝઘડો અને બોલાચાલી થયા હતા જેનો ખાર રાખી આરોપી હીરાભાઇ માલકીયા,અશ્વિનભાઇ હીરાભાઇ માલકીયા અને ચનાભાઇ હીરાભાઇ માલકીયા રહે ત્રણેય-મેસરીયા ગામ વાળાઓએ મેસરિયા ગામે તેમના ઉપર હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારી તેમના પિતાને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

આ ઘટના અંગે દીનેશભાઇ મોહનભાઇ કોબીયાની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text